ઉત્તરાયણ પર્વના આગમન પૂર્વે જ આકાશમાં ઉડી રહેલા પતંગોની દોરી હવે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પતંગની દોરી ગળામાં ફસાઈ જવાને કારણે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના બની છે.
સારવણીના સુનિલ પટેલને ગળામાં દોરી ભેરવાઈ
સારવણી ગામનો રહેવાસી સુનિલ પટેલ નામનો યુવક પોતાની નોકરી પૂર્ણ કરીને બાઈક પર પરત ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ચીખલી કાવેરી નદીના ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરી તેના ગળામાં આવી ગઈ હતી. ચાલુ બાઈકે દોરી ગળામાં ભેરવાઈ જતા સુનિલ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયો હતો.













