દક્ષિણ ગુજરાતના રાજકારણમાં સાંસદ ધવલ પટેલે વિપક્ષી નેતાઓ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. નવસારીના સાંસદ ધવલ પટેલ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે આ ધારાસભ્યોને આદિવાસી વિરોધી ગણાવ્યા છે. ધવલ પટેલે દિલ્હીની ઘટનાથી લઈને ડાભેલ હત્યાકાંડ સુધીના મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.
બિરસામુંડાની પ્રતિમા અને રાષ્ટ્રપતિ ચૂંટણીનો ઉલ્લેખ
સાંસદ ધવલ પટેલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવાની પાર્ટીના કાર્યકરોએ દિલ્હીમાં ભગવાન બિરસામુંડાની પ્રતિમા હટાવી આદિવાસીઓનું અપમાન કર્યું છે. વધુમાં, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે કોંગ્રેસે આદિવાસી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો વિરોધ કરીને પોતાની આદિવાસી વિરોધી માનસિકતા સ્પષ્ટ કરી દીધી હતી.













