નવસારી શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે જેમાં 1 ઈજાગ્રસ્ત થયા હતા, રૂપિયાની લેતીદેતીમાં આ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, તો જાહેર રોડ પર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ અને ફાયરિંગનો અવાજ આવતા લોકો રોડ પર ઉભા રહી ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, નવસારી પોલીસે ઘટનાને પગલે તપાસ હાથ ધરી છે.


નવસારીમાં બની ફાયરિંગની ઘટના

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો જમીન વિવાદને લઈ આ ફાયરિંગ થયુ હતુ અને દાંતેજ રોડ પર ફાયરિંગની ઘટના બની છે, જેમાં જેનું હથિયાર હતુ તેને પણ ગોળી વાગી હતી અને તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, નવસારી પોલીસે આર્મસ એકટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ઈજાગ્રસ્તને જાંઘના ભાગે ગોળી વાગતા લોહી વહ્યું હતુ.

વિજલપોર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

જમીના માલિક પ્રકાશ કથીરિયા છે અને તેઓ વધુ ઈજાગ્રસ્ત થયા છે, તો પોલીસને આશંકા છે કે, હત્યા કરવાના ઈરાદે આ ફાયરિંગ કર્યુ હોઈ શકે છે અને ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કોને કોની પાસેથી રૂપિયા લેવાના છે તે વાત હજી સામે આવી નથી, તો ઈજાગ્રસ્તોના નિવેદન પણ નોંધાવામાં આવ્યા છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે પોલીસે લીધા છે.


આ પણ વાંચો : Vadodara News : લો બોલો, ફૂડ વિભાગની ટીમ પાણીપુરીનું ચેકિંગ કરવા ગઈ તો લવ્લી સ્વીટમાંથી 13,200 કિલો અખાદ્ય મીઠાઈનો જથ્થો મળી આવ્યો


  • Follow us on: