સુરતના સીમાડા બીઆરટીએસ રોડ ખાતે બાપાસીતારામ ચોક નજીક એક છોટા હાથી ટેમ્પો રોડ પર દોડતા દોડતા સળગી ઉઠ્યો હતો. ટેમ્પાના આગળના બોનેટમાંથી ઘુમાડો નીકળવા લાગ્યો હતો. ટેમ્પોનો ડ્રાઇવર રોડ પર જ ટેમ્પો મૂકી બહાર નીકળી ગયો હતો.રોડ પર ટેમ્પો સળગવા લાગતા આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા. ટેમ્પો રોડ પર સળગતો હોવાથી વાહન ચાલકો પણ ઊભા રહી ગયા હતા.
બાપાસીતારામ ચોક નજીક છોટા હાથીમાં આગ લાગી
બીઆરટીએસ રેલિંગની પાસે ટેમ્પો સળગતો હોવાથી બીઆરટીએસની બસો પણ અટકી ગઈ હતી. અડધો કલાકથી વધુ વાહન વ્યવહાર થંભી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે છોટા હાથી ટેમ્પોનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો.આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ટેમ્પો ચાલક સમયચૂચકતા વાપરીને બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો.ફાયર વિભાગે ટેમ્પોની આગ પર કાબુ મેળવી લેતા રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચોઃ Kolkata ના નઝીરાબાદમાં લાગી ભીષણ આગ, 5થી વધુના મોત, અનેક લોકો ફસાયા












