સુરતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં બે યુવતીના મોત થયા છે. જ્યારે એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ દુર્ઘટના સચિન GIDCમાં આવેલી એક બરફની ફેક્ટરીમાં ઘટી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બરફની ફેક્ટરીમાં ફ્લશ ફાયરની ઘટના
ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરત શહેરની સચિન GIDCમાં આવેલી બરફની ફેક્ટરીમાં ફ્લશ ફાયરની ઘટના સર્જાઈ હતી. આ ફ્લશ ફાયરના કારણે બે યુવતીના મોત થયા છે. જ્યારે એક યુવતી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મૃતક યુવતીમાં સાલુ અને રિંકી પલાયનો સમાવેશ થાય છે. જ્યારે ભાગ્યશ્રી નામની યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ મામલે સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.













