સુરતના માંડવીમાં ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયો છે. આરોપીઓ આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ કરાવતા હતાં. મુખ્ય આરોપી રમેશ ચૌધરીની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ડેડિયાપાડાના શિક્ષક ગુરૂજી વસાવા અને માંડવીના પાસ્ટર નવીન ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે.

માંડવીમાં ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ થયો

સુરતના માંડવીમાં ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ થયો છે. ધર્માંતરણ સાથે સંડોવાયેલા આરોપીઓ ધ પ્રે ફોર ઓવરલાસ્ટિંગ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. તેઓ માંડવીમાં આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ કરાવતા હતાં. મુખ્ય આરોપી રમેશ ચૌધરીનો પુત્ર અંકિત ચૌધરીએ એક યુવતીને ફસાવી હતી. યુવતીને લગ્નની લાલચ આપીને ફસાવી હતી અને તેનું શારીરિક શોષણ કર્યું હતું. પોલીસે આ ધર્માંતરણ રેકેટમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી

આ અંગે સુરત ગ્રામ્યના ડીવાયએસપી બી.કે.વનારે કહ્યું હતું કે, માંડવીમાંથી ધર્માંતરણનું રેકેટ પકડાયું છે. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. કેટલા લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું અને હજી કેટલા લોકો તેમાં સામેલ છે તેની પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Junagadh: શાળાના પ્રવાસે આવેલા રાજકોટના સગીરનું રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત