સુરતમાં હીરા મજૂરીમાં ભાવ ઘટાડો કરતા રત્નકલાર હડતાલ પર ઉતર્યા છે, ઇચ્છાપોર સ્થિત ગ્રીન લેબના રત્નકલાકર હડતાલ પર ઉતરી ગયા છે, કોઈ પણ કારણ વગર ભાવ ઘટાડ્યાના આરોપસર રત્નકલાકાર કામથી દૂર રહ્યાં છે, જ્યાં સુધી ભાવ ઘટાડો પાછો નહિ લે ત્યાં સુધી રત્નકલાકાર કામ નહી કરે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.

હીરાના ઉદ્યોગોમાં આવેલી મંદીને કારણે હીરા નગરી પાલનપુરમાંથી હીરાનો ઉદ્યોગ લુપ્ત થવા લાગ્યો

પરંતુ છેલ્લા કેટલાક સમયથી હીરાના ઉદ્યોગોમાં આવેલી મંદીને કારણે હીરા નગરી પાલનપુરમાંથી હીરાનો ઉદ્યોગ લુપ્ત થવા લાગ્યો. જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ એક બાદ એક હીરાના કારખાનાઓને તાળા લાગી રહ્યા છે. એક સમયે 800થી વધુ કારખાનાઓ ધરાવતું હીરા નગરી પાલનપુર શહેરમાં આજે માત્ર નામસેસ 100 થી 120 જેટલા કારખાનાઓ વધ્યા છૅ. જેમાં 10 થી 12 હજાર જેટલાં રત્ન કલાકારો રહ્યા છૅ. પરંતુ આ વર્ષની દિવાળી પાલનપુરના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારો માટે ચિંતાની દિવાળી બની છે.

સુરત હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ વર્ષથી મંદિનો માહોલ છવાયું છે

એકાએક હવે અમેરિકાએ લાદેલા 25 ટકા ટેરિફને સુરતના હીરા ઉદ્યોગોકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત ઉદ્યોગકારો કરી રહ્યા છેકે, ભારતમાંથી અમેરિકામાં 40 ટકા હીરાનું એક્સપર્ટ થયા છે. જે એક્સપોર્ટ વર્ષમાં આશરે 8 બિલિયન છે અને આખા ભારતમાં સુરતમાં 100 માંથી 95 હીરાનું મેન્યુફેક્ચરિંગ થાય છે જેથી સુરત હીરા ઉદ્યોગને ટેરિફના કારણે સીધી અસર થશે. હવે નવા ટેરેફના નિયમો મુજબ વેપાર કરવો પડશે. આગામી થોડા દિવસો આવી જ રીતે રહેવાના છે. તેમજ હીરાનો વેપાર આગામી એકાદ બે મહિનો અટકી અટકીને ચાલવાની પણ શક્યતાઓ છે. તેમ છતાં ટેરિફ વસૂલાત કરવામાં આવ્યા બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ રહે તેના પર હાલ તો નજર રાખવામાં આવી રહી છે.

હીરાનું 30 ટકા એક્સપોર્ટ અમેરિકામાં થતું હોય છે

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તેજીના માહોલ વચ્ચે અમેરિકાએ લાદેલા ટેરિફને કારણે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાંથી ટેક્સ્ટાઈલમાં જે કુલ એક્સપોર્ટ થાય છે, તેના 30 ટકા એક્સપોર્ટ અમેરિકામાં થતું હોય છે. ટેક્સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં ટેરિફની ગંભીર અસરો દેખાશે તેવી ભીતિ હાલ જોવા મળી રહી છે. અમેરિકામાં એક્સપોર્ટ થનારા ગારમેન્ટ અને હોમ ટેક્સ્ટાઈલ બનાવવા માટે સુરતના કાપડની સૌથી વધુ ડિમાન્ડ હોય છે. જેથી ટેરિફની સીધી અસર સુરતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગ પર જોવા મળશે. જેથી ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ટેરિફની અસર સુરતને પણ થાય તે સ્વભાવિક છે

સુરત સહિત દેશમાં તેહવારો આવી રહ્યા છે ત્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તેજીના માહોલ વચ્ચે અમેરિકાએ લાદેલા ટેરિફને કારણે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કાપડ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે કે, અગાઉ દેશમાંથી અમેરિકામાં એક્સપોર્ટ થનારી પ્રોડક્ટ ઉપર 10 થી 12 ટકા જેટલું ટેરિફ હતું. પરંતુ આગામી 1 ઓગસ્ટ થી 25 ટકા ટેરિફ સાથે પેનલ્ટી લાદવાની જાહેરાત થઈ છે. જેને લીધે ટેસ્ટાઈલ ઉદ્યોગમાં ગંભીર અસર દેખાશે. દેશમાંથી વૈશ્વિક કક્ષાએ ટેક્સ્ટાઈલનું જે એક્સપોર્ટ થાય છે. તેના 30 ટકા એક્સપોર્ટ ફક્ત અમેરિકામાં થાય છે. અમેરિકા ટેક્સ્ટાઈલમાં ભારતનો મોટો બાયર છે. ત્યારે ટેરિફ લાદવાને લીધે અમેરિકાના ખરીદદારો માટે ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે. જેને લીધે ભારતીય ઓર્ડરોમાં ઘટાડો થવાનો ભય છે. સુરતમાંથી ગારમેન્ટ કે ટેકનિકલ ટેક્સ્ટાઈલનું સીધું જોઈએ તેવું એક્સપોર્ટ થતું નથી. પરંતુ મેન મેઈડ ફેબ્રિકમાંથી બનતી આ બંને પ્રોડક્ટ સહિતની અન્ય પ્રોડક્ટ માટેનું કાપડ સુરતથી સૌથી વધુ પ્રમાણમાં જાય છે. મેન મેઈડ ફેબ્રિકનું સુરત હબ છે, ત્યારે ટેરિફની અસર સુરતને પણ થાય તે સ્વભાવિક છે.

આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં જયુબેલી ગાર્ડન પાસે કિન્નરો વચ્ચે મારામારી, 2 કિન્નરોના ત્રાસના આક્ષેપ સાથે 1 કિન્નરે આપઘાતનો પ્રયાસ કર્યો