PNB કૌભાંડના મેહુલ ચોક્સી સાથે સાંઠગાંઠનો આરોપ પણ કરવામાં આવ્યો છે અને નાણાકીય સાંઠગાંઠનો ગજેરા બંધુઓ પર આરોપ છે, હવાલા મારફતે હોંગકોંગ નાણાં મોકલ્યાનો આરોપ છે અને હોંગકોંગથી નાણા ભારત લાવી મની લોન્ડરિંગ કર્યું હતુ અને ફરિયાદીની બોગસ સહીઓ કરી તેમનો હિસ્સો ઘટાડ્યો હતો.


43% હિસ્સો ઘટાડી માત્ર 4.02% કરી નાખવામાં આવ્યો

ટેક્સટાઇલ માર્કેટ બનાવતી શાંતિ રેસિડેન્સી નામની ભાગીદારી પેઢીના ભાગીદાર પ્રવીણ અગ્રવાલનો ૪૩ ટકા હિસ્સો પચાવી પાડવા માટે કૌભાંડ કરનારા વસંત ગજેરા તેમજ તેના પરિવારના અન્ય સભ્યોની સામે ગુનો નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુરત પોલીસ કમિશનરને આદેશ કરાયો છે. વસંત ગજેરાએ તેના જ પરિવારના સભ્ય અને પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના ભાગીદાર રાકેશ ગજેરાની સાથે મળીને આ સમગ્ર કૌભાંડ આચયું હતું.

જંત્રી પ્રમાણેની રકમ દર્શાવીને બાકીની તમામ રકમ રોકડેથી મેળવી હતી

શાંતિ રેસિડેન્સી પ્રા.લી. નામની કંપનીમાં પીપલોદમાં સીઝન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણ દેવકીનંદન અગ્રવાલ ઉપરાંત લક્ષ્મી સૂપના કતારગામ વૃશાલ નગરમાં રહેતા વસંત હરીભાઈ ગજેરા, બકુલ હરીભાઇ ગજેરા અને રાકેશ ગીરધરલાલ ગજેરા, અઠવાલાઈન્સના આદર્શ નગરમાં રહેતા ચુની હરીભાઇ ગજેરા તેમજ મુંબઇ ના વાલ્કેશ્વર બી.જી.ખેર માર્ગ ઉપર કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા અશોક હરીભાઈ ગજેરા પણ ભાગીદાર છે. તેઓની પ્રા.લી. કંપનીમાં પ્રવિણભાઈ અને તેમના પરિવારના ખાતે ૪૩ ટકા હિસ્સો હતો અને તેઓ મિલકતના માલિક હતા. પ્રવિણભાઈનો આ હિસ્સો પચાવી પાડવા માટે વસંત ગજેરાએ કૌભાંડ કર્યું હતું. જેમાં વસંત ગજેરાએ પ્રવિણભાઇના હિસ્સાની મિલકતોને વેચીને તેમાંથી માત્ર સાત ટકા એટલે કે જંત્રી પ્રમાણેની રકમ દર્શાવીને બાકીની તમામ રકમ રોકડેથી મેળવી હતી.

ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યલ પીટિશન દાખલ કરીને ગુનો નોંધવા માટેની દાદ મંગાઇ હતી

અને આ તમામ રકમ હોંગકોગમાં રહેતા પોતાના ભત્રીજા રાકેશ ગજેરાને હવાલા મારફતે મોકલી આપી હતી. કંપનીના રાજીનામાના લેટરપેડ ઉપર પ્રવિણભાઈ અને તેમના પરિવારની બોગસ સહીઓ કર્યા બાદ ડિજીટલી પણ બોગસ સહીઓ કરીને તેઓનો હિસ્સો ૪૩ ટકામાંથી માત્ર ૪ ટકા જ કરી દેવાયો હતો. જ્યારે તેમના ભાગનો હિસ્સો રાકેશ ગજેરાને આપીને તેને ડિરેક્ટરસ્પદ આપી દેવાયું હતું. આ સમગ્ર બાબતે ફરિયાદી પ્રવિણ અગ્રવાલે સુરતના પોલીસ કમિશનરને સંબોધીને ફરિયાદ કરી હતી પરંતુ જે તે સમયે ગુનો દાખલ નહીં થતા પ્રવિણભાઈએ એડવોકેટ ડો. શૈલેષ પટેલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યલ પીટિશન દાખલ કરીને ગુનો નોંધવા માટેની દાદ મંગાઇ હતી.


  • Follow us on: