સુરતમાં ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે અને ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો છે, રેલવે પોલીસે 10 લાખથી વધુનો ગાંજો ઝડપ્યો છે અને પોલીસે 20.975 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, અજાણ્યા યુવક વિરુદ્ધ NDPS હેઠળ ફરિયાદ નોંધાઈ છે, પોલીસ ટ્રેનમાં ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન આ ગાંજો ઝડપાયો છે.


લાખોના જથ્થા સાથે બિનવારસી ગાંજો ઝડપાયો

સુરતમાં ફરી ગાંજો ઝડપાયો છે અને ગાંધીધામ એક્સપ્રેસમાંથી ગાંજો ઝડપાયો છે, સુરત રેલવે પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડી અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે, 20.975 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે જેની કિંમત રૂપિયા 10,48,750 છે. સુરતમાં ટ્રેનમાંથી અવાર-નવાર ગાંજાનો જથ્થો મળી આવે છે અને પોલીસ આ મામલે તપાસ કરી ગુનો પણ નોંધે છે.

સુરતમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો

સુરતમાં ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા હતા અને 16.105 ગ્રામ ગાંજા સાથે બે આરોપી ઝડપાયા હતા, સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો અને ગાંજા સહિત કુલ 9.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની અટકાયત કરવામાં આવી હતી.


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતનું ગૃહ વિભાગ સૌથી ભ્રષ્ટ, ગૃહ વિભાગના 63 અધિકારી અને કર્મચારી સામે ગુના નોંધાયા



  • Follow us on: