ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ તરીકે જાણીતું સુરત અત્યારે શિયાળાની જ્યાફત માણી રહ્યું છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મતવિસ્તાર મજૂરા વિધાનસભામાં કાર્યકરો સાથે દેશી અંદાજમાં 'પોંક પાર્ટી'ની મજા માણી હતી. આ પ્રસંગે કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો.


[[$googlead]]

ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે પોતાના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે કાર્યકરોએ તેમને ઉમળકાભેર વધાવી લીધા હતા. ઢોલ-નગારાના ગુંજારવ અને પુષ્પગુચ્છ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીને મળવા અને તેમની સાથે સેલ્ફી લેવા માટે કાર્યકરોમાં ભારે પડાપડી જોવા મળી હતી.

મિત્ર વર્તુળ અને જૂની યાદો

પોંક પાર્ટી દરમિયાન હર્ષ સંઘવીએ ખૂબ જ સહજતાથી કાર્યકરો અને જૂના મિત્રો સાથે બેસીને સુરતી પોંક, સેવ અને લીંબુ-મરી સાથે પોંકના ભજીયાની જ્યાફત માણી હતી. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે, પોંક ખાવાની સાચી મજા હંમેશા મિત્ર વર્તુળમાં જ આવે છે. આજે કાર્યકરો વચ્ચે બેસીને મને મારા જૂના દિવસો યાદ આવી ગયા. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજકીય વ્યસ્તતા વચ્ચે પણ આવા ક્ષણો નવી ઉર્જા પૂરી પાડે છે.

[[$alsoread]]

લોકોને કરી ખાસ અપીલ

શિયાળાની ઋતુમાં પોંકનું મહત્વ સમજાવતા હર્ષ સંઘવીએ સુરતીઓ અને રાજ્યની જનતાને અપીલ કરી હતી કે, શિયાળાની આ ગુલાબી ઠંડીમાં આરોગ્યપ્રદ પોંકનો આનંદ જરૂર લેવો જોઈએ. આ માત્ર એક ખાણી-પીણીનો કાર્યક્રમ નથી, પરંતુ પરસ્પર સ્નેહ અને સંવાદનું એક માધ્યમ છે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને મંત્રીના અંગત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મજૂરા વિધાનસભામાં યોજાયેલી આ 'પોંક પાર્ટી' સુરતના રાજકીય અને સામાજિક વર્તુળમાં ચર્ચાનો વિષય બની છે.


આ પણ વાંચો - Chhota Udepur News: કાડકોચ ગામમાં મોબાઇલ નેટવર્કના ધાંધિયા, સમસ્યાનું સમાધાન નહીં થાય તો...., ગામ લોકોએ આપી ચીમકી



  • Follow us on: