સુરતમાં સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે યોજાયેલા કાર્યક્રમમાં ઠુમકા લગાવતો વીડિયો સો. મીડિયામાં વાયરલ થયો હતો અને આનંદ પાર્ક સમાજ તેમજ મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર પણ હાજરી આપી હતી. અને સરસ્વતી પૂજામાં આ પ્રકારે ડાન્સરોને બોલાવી સ્ટેજ પર ઠુમકા લગાવવા કેટલું યોગ્ય...?


પૂજાના કાર્યક્રમમાં ઠુમકા લગાવવા કેટલુ યોગ્ય ?

સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંતપંચમીના દિવસે સરસ્વતી પૂજાનું આયોજન કરાયું હતુ અને આ પૂજામાં સ્ટેજ પર ડાન્સરો ડાન્સ કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે, અને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી પરંતુ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, આયોજકોએ પૂજા રાખી હતી કે ડાન્સ ! મહિલાઓએ જાહેરમાં ડાન્સ કરતા કેટલાક લોકો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા.

સરસ્વતી પૂજાના નામે સુરતમાં તમાશો થશો

આયોજકોએ મૂજરો કરાવીને ડાન્સરો પર નોટો ઉડાવી હતી અને ડાન્સરો અલગ-અલગ ગીતો પર ડાન્સ કરી રહી હતી, આ કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓ અને બાળકો પણ હાજર હતા અને તે લોકો પણ શરમમાં મૂકાઈ ગયા હતા, જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માગ પણ ઉઠી છે.


આ પણ વાંચો : Surendranagar News : શિક્ષણ રાજ્યમંત્રીએ મૂળીની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી, શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું


  • Follow us on: