દર મહિને સંકલન સમિતીની બેઠક મળતી હોય છે જેમાં ધારાસભ્ય, સાસંદ અને કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહેતા હોય છે, ત્યારે આ સંકલન સમિતીમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, સાંસદે અને ધારાસભ્યએ આ બેઠકમાં કહ્યું કે, સુરતમાં મેટ્રોના કામથી નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે, સંકલન બેઠકમાં 2 MLA અને MPએ અવાજ ઉઠાવ્યો હતો.

બે ધારાસભ્ય અને સાંસદ મુકેશ દલાલે વિરોધ કર્યો

આ બેઠકમાં સાસંદ અને ધારાસભ્યનું કહેવું છે કે, મેટ્રોનું કામ પૂર્ણ થયા બાદ પણ બેરિકેટ દૂર નથી કરાયા અને વરાછામાં પાથરણાવાળાના લીધે ટ્રાફિક થાય છે, અડાજણમાં મેટ્રોનું કામ મંથરગતિએ ચાલતા લોકો હેરાન થઈ ગયા છે, અને મેટ્રોના કારણે 30 જેટલી દુકાનો પણ બંધ થઇ ગઇ છે અને કેટલાક લોકોને વળતર આપવામાં નથી આવતું. જે લોકોને વળતર આપવાનું છે તેમને વળતર આપો તેવી વાત પણ આ બેઠકમાં કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

સુરતની આ જગ્યાએ જાહેરનામું હાલમાં પણ અમલી છે

મેટ્રો રેલ પ્રોજેક્ટના સુચારુ અને વિઘ્નમુક્ત નિર્માણ માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે સેન્ટ્રલ વેરહાઉસ, લાભેશ્વર ચોકી અને કાપોદ્રા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનોના માર્ગ પર 1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુક્યો છે.


આ પણ વાંચો : Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમના દિવ્ય શણગાર સાથે મયૂરપંખ ડિઝાઈનવાળા વાઘાનો શણગાર, જુઓ Video