સુરતના DCP પન્ના મોમૈયાની આગેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કુમાર કાનાણીએ ટ્રાફિક દબાણને લઈ મુદ્દો ઉઠાવ્યો હતો ગઈકાલે સુરત મનપાની સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો ધારાસભ્યએ અને ધારાસભ્યએ કહ્યું હતુ કે, રોડ રસ્તા આજુબાજુ દબાણ કરનારાઓનું સામાન જપ્ત કરી કાર્યવાહી કરો.


ડીસીપી પન્ના મોમૈયાની આગેવાની કાર્યવાહી કરવામાં આવી

ગઈકાલે સુરત મહાનગરપાલિકાની સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી અને જેમાં પોલીસ, કોર્પોરેશ અને ધારાસભ્યો હાજર રહ્યાં હતા, જેમાં કુમાર કાનાણીએ ટ્રાફિક દબાણને લઈ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતુ કે, વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વધી રહ્યાં છે જેને તાત્કાલિક અસરથી દૂર કરો જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થાય ત્યારે આ મુદ્દાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક કોર્પોરેશનને સાથે રાખીને દબાણો દૂર્ કર્યા હતા, કુમાર કાનાણીના આંકરા વલણને લઈ તરત જ કામગીરી કરવામાં આવી.

પોલીસના બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા

વરાછા વિસ્તાર સુરતનો સૌથી ગીચ અને વ્યસ્ત રહેણાંક તેમજ વ્યાપારી વિસ્તાર ગણાય છે. અહીંના મુખ્ય રસ્તાઓ પર લારી-ગલ્લા અને પથારાવાળાઓના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સ્થાનિક રહીશોની વારંવારની ફરિયાદો અને ટ્રાફિક જામની સ્થિતિને ધ્યાનમાં રાખીને, વરાછા ઝોનની દબાણ હટાવો શાખા દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.


આ પણ વાંચો : Bhavnagar News : ભાવનગરના પાલીતાણા ડિવિઝનમાં PGVCLની મેગા ડ્રાઈવ, વીજચોરોને રૂ.38.67 લાખનો દંડ ફટકાર્યો


  • Follow us on: