સાધિકા સાથે દુષ્કર્મના ગુનામાં લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નારાયણ સાઈની ખોલીમાં દરવાજામાં છૂપાવેલો મોબાઇલ અને ઈનહેલરમાં સંતાડેલ સીમકાર્ડ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જેલ પ્રશાસને નારાયણ સાઈ વિરૂદ્ધ સચિન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.


[[$googlead]]

નારાયણ સાઈ છેલ્લાં 11 વર્ષ ઉપરાંતથી લાજપોર જેલમાં કેદ છે

મળતી વિગતો પ્રમાણે નારાયણ સાઈ છેલ્લાં 11 વર્ષ ઉપરાંતથી લાજપોર જેલમાં કેદ છે. સાધિક સાથે દુષ્કર્મના ગુનામાં નારાયણ સાઈને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી હતી અને હાલ પાકા કામના કેદી તરીકે જેલવાસ ભોગવી રહ્યો છે. દરમિયાન જેલના ઇન્ચાર્જ જેલર દિપક ભાભોર ગત તા. ૨૭મીએ ફરજ પર હાજર હતા ત્યારે બાતમી મળી હતી કે, નારાયણ સાઈએ જેલમાં સેપરેટ સેલ વિભાગની ખોલી નં.૧માં મોબાઇલ ફોન છૂપાવ્યો છે. મોબાઇલની બેટરી સંત્રીરૂમમાં અને સીમકાર્ડ ઈનહેલરમાં સંતાડયો છે.

બ્લ્યુ કલરના ઢાંકણવાળો મોબાઈલ મળી આવ્યો હતો

ખોલી નં.1ના લોખંડના દરવાજાના અંદરના ભાગે કાળા કલરના લોહીચુંબકના ટૂકડાથી ચોંટાડેલો કેચોડો કંપનીનો લીલા અને બ્લ્યુ કલરના ઢાંકણવાળો મોબાઈલ મળી આવ્યો હતો. સેપરેટ વિભાગમાં સંત્રીરૂમના દરવાજાના અંદરના ભાગે નકુચામાંથી કેચોડા કંપનીની લાલ કલરની બેટરી પણ જડતી સ્ક્વોડે શોધી કાઢી હતી. વધુમાં ખોલી નં.૫૯માં નારાયણ સાઈના થેલામાંથી પ્રિન્સ કેર કંપનીનું પીળા કલરનું ઈનહેલર મળી આવ્યું હતુ. જેના ઉપરના ઢાંકણમાંથી જીયો કંપનીનું સીમકાર્ડ જડતી સ્કવોડે શોધી કાઢ્યું હતુ. કેદી નારાયણ સાઈએ મોબાઈલમાં પાસવર્ડ સેટ કર્યો હતો તથા IMEI પણ ભૂંસી કાઢયો હતો.

[[$alsoread]]

આ પણ વાંચો : Kandla News : કંડલા નાણાકીય વર્ષ 2025-26માં 100 મિલિયન ટન સુધી પહોંચનાર ભારતનું સૌથી ઝડપી મુખ્ય બંદર બન્યું



  • Follow us on: