આ ડેરી સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને બન્ને ડેરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ શકે છે, સ્વાદપ્રીય સુરતીઓ માટે નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો ચિંતાનો વિષય બની રહ્યા છે. દૂધ, ઘી, પનીર અને માખણ જેવા આરોગ્યપ્રદ પદાર્થો પણ ભેળસેળવાળા નીકળતાં સુરતીઓ મુંઝવણમાં મુકાઈ રહ્યા છે.
અગાઉ પોંકની વાનગી વેચનારાઓને ત્યાંથી પણ સેમ્પલ લેવાયા હતા
ખાસ કરીને શિયાળાની ઋતુ એ ખાણીપીણીની છે ત્યારે જ શહેરના વિક્રેતાઓના ભોપાળાં બહાર આવી રહ્યા છે. પાંચ દિવસ પહેલાં જ પાલિકાએ લીધેલા થી અને માખણના સેમ્પલ ફેલ નીકળ્યા હતા જેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ છે ત્યારે પાલિકાએ અન્ય ડેરીઓમાંથી લીધેલ નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ બ્લોક અને નોન બ્રાન્ડેડ પનીર મીડિયમ ફેટ પનીર એનાલોગનું સેમ્પલ ધારાધોરણ મુજબના નહી હોવાનો રિપોર્ટ આવ્યો છે. બે મહિના પહેલાં સંકલનની મિટિંગમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો મુદ્દો ગાજ્યો હતો અને તે પોંકની સિઝન ચાલુ છે ત્યારે પોંકની વાનગી વેચનારાઓને ત્યાંથી પણ સેમ્પલ લેવાયા હતા.













