પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની સંભાવના છે અને જમીન હેતુફેરની અરજીના દસ્તાવેજો પણ મળ્યા છે, વોટસએપ ચેટમાં લેવડદેવડના હિસાબો મળ્યા અને અરજી લંબિત ન થાય તે માટે સ્પીડમનીથી પૈસા મંગાવતા હતા અને જમીન NA, હેતુફેર માટે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે, ખંડણી અને ગેરકાયદે લાભ કરાવી કૌભાંડ ચાલતું હતું.


સોલાર કંપનીને જમીન આપવામાં કૌભાંડની શંકા

ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAની ઓથોરિટી હતી અને મોરીના ઘરેથી 50થી વધુ જમીનોની સીટો મળી આવી છે, કલેક્ટર રાજેન્દ્ર પટેલની સંડોવણીને લઇ તપાસ ચાલી રહી છે, EDએ સુરેન્દ્રનગર કલેક્ટર બંગલે કરી હતી તપાસ અને કલેક્ટરના પી.એ, ક્લાર્ક સામે ACBમાં ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની એન્ડોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ મોડી રાત્રે ધરપકડ કરીને વહેલી સવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા.

વોટસએપમાં નાણાંકીય વ્યવહારોની ચિઠ્ઠીઓ અને જમીનો એન.એ. કરવા માટેના દસ્તાવેજો મોટા પાયે મળ્યા હતા

જ્યાં ડિસ્ટ્રીકટ જજ કે.એમ.સોજીત્રાએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીને પહેલી જાન્યુઆરી, ૨૦૨૬ સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. નાયબ માલમતદારને રિમાન્ડ પર સોંપતા સુરેન્દ્રનગરના કલેક્ટર અને મોરી સાથે સંકળાયેલ અન્ય બાબુઓમાં ફફટાડ ફેલાઈ ગયો હતો. બીજી તરફ કેટલાક સરકારી બાબુઓએ કોના કોના નામો ખુલે છે તેની તપાસ કરવા માટે કોર્ટમાં વકીલોને મોકલ્યા હતા. મહત્વની બાબતએ છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ દિલ્હીથી એક કેસ સદંભે તપાસ કરવા માટે સુરેન્દ્રનગમરમાં મૌરીના ઘરે સર્ચ કર્યુ હતુ.જેની તપાસમાં રૂ. ૬૭.૫૦ લાખ રોકડા, વોટસએપમાં નાણાંકીય વ્યવહારોની ચિઠ્ઠીઓ અને જમીનો એન.એ. કરવા માટેના દસ્તાવેજો મોટા પાયે મળ્યા હતા.

ત્યારબાદ તપાસ દિલ્હી સ્પેશયલ યુનિટ ઈડીએ હાથ ધરી હતી.

દિલ્હી ઈડીના ખાસ અધિકારીઓએ સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીને વહેલી સવારે ૫.૩૦ કલાકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જવા ઈડીના ખાસ એડવોકેટ રાજેશ કાનાણી અને અનિરૂધ્ધ ખંભોજે કોર્ટને જણાવ્યુ હતુ કે, એમની પાસેથી રોકડ રકમ મળી છે. તેમજ જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. તેમજ મોબાઈલમાંથી પણ પૈસાની લેતી દેતીના હિસાબો સહિતની વગેરે વિગતો પ્રાપ્ત થઈ છે. અરજી વિલંબિત ન થાવ તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં પુર ઝડપે આવતી કારે મહિલાને કચડી, હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલક ફરાર



  • Follow us on: