સુરતમાં બે દિવસ પહેલા જ શિવ રેસિડેન્સીની દિવાલ ધરાશાયી થઈ હતી. રાજ લક્ષ્મી પ્રોજેક્ટના ખોદકામને કારણે આ ઘટના બની હતી. સુરત મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મનિષ ડોક્ટરનો ખલાસો સામે આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ડેવલોપર્સની બાધકામની રજા ચીઠ્ઠી રદ કરાઈ છે. ચાર બિલ્ડિંગના 195 ફ્લેટના પરિવારોનું સ્થળાંતર કરાયું છે.
સુરતમાં શિવ રેસીડેન્સીની દિવાલ પડવાનો કેસ
સુરત મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મનિષ ડોક્ટરે કહ્યું હતું કે, શિવ રેસીડેન્સીની ઘટના બિલ્ડરની બેદરકારીને કારણે બની છે. આ ઘટના બન્યા બાદ ડેવલોપર્સ, આર્કિટેક, સ્ટ્રક્ચર એન્જિનિયરના લાયસન્સ રદ કરવામાં આવ્યાં છે. આસિસ્ટન્ટ એન્જિનિયર કેતકીબેન શુક્લા અને નાયબ શહેરી વિકાસ અધિકારી ધર્મેશ પટેલને શો કોઝ નોટીસ આપવામાં આવી છે. SVNITના એન્જિનિયરના રિપોર્ટ બાદ નિર્ણય કરાશે.













