સુરતમાં સચિન GIDC વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી છે.ખાનગી કેમિકલ કંપની અથેરના ગોડાઉનમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.આગ લાગવાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ અને નોટિફાઇડ એરિયા ફાયર ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આગ પર કાબૂ મેળવવા માટે સુરત શહેરના ભેસ્તાન અને માન દરવાજા ફાયર સ્ટેશનમાંથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.


પાંચ કિ.મી દૂરથી આગના ધુમાડા દેખાઈ રહ્યાં છે

આગ વિકરાળ બનતાં વધુ ફાયર લશ્કરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા છે.ફાયર વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે સતત આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હાલ આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નથી અને તેને કાબૂમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી રહી છે. આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલ માલસામાનને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાંચ કિ.મી દૂરથી આગના ધુમાડા દેખાઈ રહ્યાં છે.

ચાર જેટલી મીલમાં આગ લાગી હોવાની વિગતો

પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી યથાવત રાખવામાં આવી છે. ખાનગી કેમિકલ કંપની અથેર સહિત ચાર જેટલી મીલમાં આગ લાગી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. આ ઉપરાંત એથર કંપનીમાં ચાર જેટલા બ્લાસ્ટ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

આ પણ વાંચોઃ Rajkot News: ચૂંટણીને લઇ ભાજપ હંમેશા સજ્જ હોય છે, અમારામાં જૂથવાદ નથી બધા એક છીએ: પ્રભારી અનિરૂદ્ધ દવે


  • Follow us on: