તંદુરસ્તી માટે લાભદાયી માનવામાં આવતું નીરો સુરતમાં હવે આરોગ્ય માટે જોખમી બની શકે તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. સુરત શહેરના સ્ટેશન ચોક વિસ્તારમાં આવેલા બજારમાંથી લેવામાં આવેલા નીરાના નમૂનાઓ ફેલ જાહેર થયા છે.
ચોર્યાસી-ઓલપાડ નીરા ઉત્પાદક મંડળીમાંથી સપ્લાય
ખાદ્ય અને ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ નીરો ચોર્યાસી-ઓલપાડ નીરા ઉત્પાદક મંડળીમાંથી સપ્લાય કરવામાં આવ્યું હતું.
ધારાધોરણ મુજબની ગુણવત્તા ન હતી
તપાસ દરમિયાન નીરામાં ધારાધોરણ મુજબની ગુણવત્તા ન હોવાને કારણે નમૂનાઓ ફેલ ઠર્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે
રિપોર્ટ અનુસાર નીરામાં જરૂરી ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો છે, જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવો નીરો પીવાથી લીવર પર અસર પડી શકે છે તેમજ પાચનતંત્ર બગડવાની શક્યતા રહે છે.
સપ્લાયર અને વેચાણકર્તાઓ સામે કાર્યવાહી
ઘટનાને પગલે ખાદ્ય વિભાગે સંબંધિત સપ્લાયર અને વેચાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : આજે રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થશે