સુરત ક્રાઇમ બ્રાન્ચે નવજાત બાળકીની તસ્કરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસની વિગતો મુજબ, મહારાષ્ટ્રથી અપહરણ કરેલ આઠ દિવસની નવજાત બાળકી સુરતમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે બે મહિલા અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવાણેની ધરપકડ કરવામાં આવી છે.
બાળકીનું મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી અપહરણ કર્યું
તપાસમાં સામે આવ્યું છે કે, બંને મહિલાઓ પહેલા આડોશ-પડોશમાં રહેતી હતી અને તેઓએ બાળકીનું મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી અપહરણ કર્યું હતું
બંને બાળકીને સુરતમાં લાવી વેચવાની ફિરાકમાં હતી
બંને બાળકીને સુરતમાં લાવી વેચવાની ફિરાકમાં હતી. આરોપીઓએ પોતાના મોબાઈલ દ્વારા બાળકીને વેચવા બે-ત્રણ લોકોનો સંપર્ક કર્યો અને બાળકીના ફોટા મોકલ્યા. તેઓ પોતાની ઓળખ છુપાવવા માટે પહેલા પોતાનું બાળક હોવાનો દાવો પણ કરતા હતા.
બાળકીના જન્મનો કોઈ પુરાવો પણ તેઓ રજૂ કરી શક્યા નહી
બાળકીના જન્મનો કોઈ પુરાવો પણ તેઓ રજૂ કરી શક્યા નહોતાં. ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મહિલાઓએ બાળતસ્કરી કરવાની કબૂલાત આપી છે. હાલ બાળકીને સલામત રાખવા માટે CWC સેન્ટરમાં ખસેડવામાં આવી છે.
સોદો શરૂ થતાં પહેલા જ મહિલાઓની ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, સોદો શરૂ થતાં પહેલા જ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી, જેનાથી મોટું કૌભાંડ અટકાવી શકાયું હતું. પોલીસે તમામ પાસાંની તપાસ ચાલુ રાખી છે અને તપાસના અંતે અન્ય સંડોવાયેલા લોકોની પણ ઓળખ કરવામાં આવશે.
આ પણ વાંચો----- Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો