સુરત શહેરમાં લાલગેટ વિસ્તારમાં 17 વર્ષની સગીરા લગ્નથી બચવા ઘરેથી ભાગી ગયા બાદ સગીરાને આશરો આપનારા દંપતીએ જ તેને દેહવ્યાપારમાં ધકેલી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવમાં સગીરા ઉપર 12 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું જેમ તેમ કરી સગીરા તેમની ચૂંગાલમાંથી ભાગી પોલીસ સ્ટેશનમાં પહોંચતા મામલો સામે આવ્યો હતો. હાલ સમગ્ર મામલે લાલગેટ પોલીસે આસરો આપનાર દંપતી સહીત 4ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાને પરિવારમાં વારંવાર લગ્ન માટે દબાણ કરવામાં આવતું
સુરત શહેરમાં લગ્નથી બચવા 17 વર્ષની સગીરા ઘરેથી ભાગતા નિઃસંતાન દંપતીના સંપર્કમાં આવી હતી. દંપતીએ આ સગીરાને આશરો આપ્યો હતો,. ભોગ બનનાર સગીરાને પરિવારમાં વારંવાર લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું પરંતુ સગીરા લગ્ન કરવા માટે તૈયાર ન હોવાથી ઘર છોડીને પોતાની બાળસખીને ત્યાં ગઈ હતી જ્યાં તેની સખીએ પોતાની અન્ય સંબંધી રાણી તળાવ ખાતે રહેતા મોહમ્મદ સાજીદ નાલબંધ અને તેની પત્ની સબિના સાજીદ નાલબંધ મોકલી હતી.
વીસ દિવસ બાદ પોતાનો અસલી ચહેરો બતાવ્યો
દંપતીના બીજા લગ્ન હતા અને તેઓ નિઃસંતાન હોઇ પુત્રી તરીકે તને રાખીશું તેમ કહી પોતાના ઘરે લઇ ગયા હતા. ઘરે લઈ ગયા બાદ આ દંપતીએ થોડાક દિવસ સુધી સારી રીતે રાખી હતી. તેને 10 હજારના પગારથી કાપડની દુકાનમાં નોકરી પણ લગાવી આપી હતી, પરંતુ વીસ દિવસ બાદ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો.
દંપતીએ સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી દીધી
દંપતી આ સગીરાને પકડાયેલા ત્રીજા આરોપી સાહિલ સદ્દામ અંસારી પાસે લઈ ગયા હતા જ્યાં તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. તે સમયે સગીરાએ વિરોધ કરતાં થોડાક દિવસ તો દંપતી ચૂપ રહ્યું હતું. ત્યારબાદ ફરી એક સાંજે તેને સોડાની દુકાન પર લઇ જઇ કોલ્ડડ્રિંક્સમાં ઘેનયુક્ત પદાર્થ પીવડાવી સાહિલ સદ્દામ અંસારી તેને ભાગળના કદીરના એક અવાવરું રૂમમાં મોકલી દીધી હતી. ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા લઇ અલગ અલગ ગ્રાહકોને આ દંપતી હવસ સંતોષવા સગીરાને સોંપી દેતું હતું. અંતે સગીરા જેમ તેમ ત્યાંથી ભાગી લાલગેટ પોલીસ સ્ટેશન પહોંચતા મામલો સામે આવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે તમામ આરોપી ઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો---- Vadodara : ફેમિલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 34 માસની સજામાં વચગાળાના જામીન મેળવી ભાગેલો આરોપી ઝડપાયો