સુરતના કડોદરા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જિગિષા ગાયકવાડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. નાયલોનની દોરીનો ઉપયોગ કરીને જિગિષાએ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બે માસ અગાઉ જિગિષાએ માતાને કેટલીક ફરિયાદો કરી હતી
આપઘાત બાદ મૃતકના પિતાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. પિતાના જણાવ્યા મુજબ, જિગિષા આજે કોલેજ ગઇ જ ન હતી. પરિવારજનોએ જણાવ્યું કે બે માસ અગાઉ જિગિષાએ માતાને કેટલીક ફરિયાદો કરી હતી અને પોતાને તકલીફ થાય તેવી પરિસ્થિતિ બનતી હોવાની વાત પણ કરી હતી.













