સુરત જિલ્લાના કીમ નજીક આવેલ મુળદ થી સ્યાદલા રોડ પર આવેલ એક ફાર્મ હાઉસમાં રોકાયેલા પુરુષ અને તેના મહિલા મિત્રને ધાક ધમકી આપી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી 13 લાખ પડાવ્યાની ફરિયાદ કિમ પોલીસ મથકે નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.


 પામવિલા ફાર્મમાં બંગલા નં 31 મા એક પુરુષ અને તેની સાથે મહિલા મિત્ર સાથે ફાર્મ હાઉસમાં આવ્યા

મુળદ થી સ્યાદલા રોડ ઉપર આવેલ પામવિલા ફાર્મમાં બંગલા નં 31 મા એક પુરુષ અને તેની સાથે મહિલા મિત્ર સાથે ફાર્મ હાઉસમાં આવ્યા હતા. તે સમયે ત્રણ અજાણ્યા શખ્સો કે જેમની ઉંમર 25 થી 35 વર્ષના હતા તે બાઇક પર ફાર્મ હાઉસમાં આવ્યા હતા.

ત્રણ અજાણ્યા ઇસમોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી

ત્રણ અજાણ્યા ઇસમોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી અને મહિલાને લઈ ખોટા કામ કરો છો તેમ કહી બદનામ કરવાની ધમકી આપી હતી અને ચાકુ બતાવી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.

 આરોપીઓ ફરિયાદી પાસેથી 13 લાખની રકમ પડાવી ફરાર

આ શખ્સોએ યુવક અને તેની મહિલા મિત્રને ધમકી આપી 25 લાખની માંગણી કરી હતી. ત્યાર બાદ આરોપીઓ ફરિયાદી પાસેથી 13 લાખની રકમ પડાવી ફરાર થઈ ગયા હતા. કીમ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ શરૂ કરી હતી.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : GST 2.0 બાદ વાહનોના વેચાણમાં ઉછાળો, નવેમ્બરમાં તો રેકોર્ડ તોડી નાખ્યો હતો

  • Follow us on: