સુરતમાં દંપતી વચ્ચે થયેલા વિખવાદ બાદ પત્ની પતિથી અલગ રહેતી હતી. પત્ની સાથે દીકરી પણ રહેતી હતી. આ દીકરીને દીક્ષા આપવા માટે માતાએ તૈયારી કરી હતી. પિતાની જાણ બહાર જ દીક્ષાની તૈયારી થતાં મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. પિતાએ પોતાની જાણ બહાર દીકરીને દિક્ષા આપવામાં આવતી હોવા અંગે કોર્ટમાં ફરિયાદ કરી હતી.
પુત્રીના કાયમી કબ્જા માટે કોર્ટે માતાને નોટિસ ફટકારી
સુરતમાં એક માતાએ તેની પુત્રીને દિક્ષા આપવાનું નક્કી કર્યું હતું. પતિથી અલગ રહેતી પત્નીએ તેની પુત્રીને નાની ઉંમરે જ દિક્ષા આપવાનું નક્કી કર્યું હતું. જેની જાણ પતિને થતાં તેણે પુત્રીના કબજા માટે કોર્ટમાં ફરિયાદ કરી હતી. પુત્રીને પોતાની જાણ બહાર દિક્ષા આપવામાં આવતી હોવાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી હતી. આ કેસની સુનાવણીમાં કોર્ટે પુત્રીના કાયમી કબજા સામે પિતાએ કરેલી અરજી મુદ્દે માતાને નોટીસ પાઠવી હતી. કોર્ટે આ કેસની ગંભીર નોંધ લઈને માતાને નોટીસ ઈશ્યૂ કરી હતી.













