સુરત જિલ્લાના કીમ–માંડવી રોડ પર ટેમ્પોચાલકની બેફામ ડ્રાઈવિંગથી ગંભીર અકસ્માત સર્જાયો હતો.
કારને ટક્કર મારીને કેબિનમાં ટેમ્પો ઘૂસાડી દીધો
અરેઠ તાલુકાના કરંજ ટોલનાકા ખાતે બનેલી આ ઘટનામાં ટેમ્પોચાલકે પહેલા એક કારને ટક્કર મારી અને બાદમાં ભાગવા જતા સીધો ટોલનાકાના કેબિનમાં ટેમ્પો ઘૂસાડી દીધો હતો.
ટોલનાકાનું કેબિન આડું પડી જતા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો
અકસ્માતના કારણે ટોલનાકાનું કેબિન આડું પડી જતા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. કેબિનમાં હાજર બે કર્મચારીઓને સામાન્ય ઇજા થવાની માહિતી મળી છે.
ટેમ્પોચાલકની અટકાયત
ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટેમ્પોચાલકની અટકાયત કરી હતી.
ક્રેન બોલાવી ટોલનાકાનું કેબિન સાઈડમાં ખસેડી માર્ગ પરથી અડચણ દૂર કરી
પોલીસે અકસ્માત બાદ ક્રેન બોલાવી ટોલનાકાનું કેબિન સાઈડમાં ખસેડી માર્ગ પરથી અડચણ દૂર કરી હતી, જેના કારણે ટ્રાફિક ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો હતો.
ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી
પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બેફામ વાહનચાલન સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો---- DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ