સુરતમા ગેસની અછતને કારણે કોરોના કાળ જેવી સ્થિતિનું સર્જન થયું છે. ગેસની અછત વધુ ચાલશે એમ સમજીને પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન તરફ જવા રવાના થયા છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ સર્જાઈ રહી છે. અંજની ઈન્ડસ્ટ્રીઝના શ્રમિકોએ વતનની વાટ પકડી છે. ગેસના ભાવ આસમાને પહોંચતા જ સ્થિતિથી કંટાળીને પરપ્રાંતિય શ્રમિકોએ હિજરત કરવાનું શરૂ કર્યું છે. શ્રમિકોના અભાવે પણ ઇન્ડસ્ટ્રી બંધ થવાની કગાર પર આવીને ઉભી થઈ ગઈ છે.


પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના થયા

રાંધણ ગેસના કાળા બજાર અને અછતને કારણે પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના થયા છે. જેના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછત સર્જાઈ છે. કોરોના સમયે જે રીતે શ્રમિકો વતન જતા હતાં તેવી જ રીતે આજે જતા જોવા મળ્યા છે. સુરતની અંજની ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં 40થી 50 ટકા શ્રમિકોએ વતનની વાટ પકડી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી ગેસની અછતને કારણે એક સિલિન્ડરનો ભાવ કાળા બજારમાં 4 હજારથી પાંચ હજાર સુધી પહોંચી ગયો છે.

કાળા બજારમાં પણ સિલિન્ડર મળતા નથી

હવે સ્થિતિ એવી પણ સર્જાઈ છે કે, કાળા બજારમાં પણ સિલિન્ડર મળતા નથી. જેના કારણે કંટાળીને શ્રમિકોએ વતનની વાટ પકડી છે. સુરતના ઉદ્યોગકારોએ આ અંગે સરકારને વચ્ચેનો રસ્તો કાઢવા રજૂઆત કરી છે. યાર્નના ભાવમાં પણ વધારો થતાં ઉદ્યોગોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પહેલા ગેસ અને હવે શ્રમિકોના અભાવે ઈન્ડસ્ટ્રીઝ બંધ થવાની કગાર પર આવીને ઉભી છે.


આ પણ વાંચોઃ Jamnagar News: ખાડી દેશોના યુદ્ધની અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ પર પડી, ગેસની અછતથી પ્રોડક્શન અટક્યું


  • Follow us on: