આગામી 31મી ડિસેમ્બરે માદક પદાર્થોની હેરાફેરી અને ડ્રગ્સ પાર્ટીને રોકવા માટે સુરત પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ડ્રગ્સ અને દારૂની મહેફિલો રોકવા માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ડુમસ સાયલન્ટ ઝોનમાં એસઓજી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પોલીસે નશેડીઓને પકડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.


ડ્રગ્સ ડિટેક્ટ કીટ દ્વારા શંકાસ્પદ લોકોની તપાસ કરાશે

સુરત પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરે ડ્રગ્સ અને દારૂ પાર્ટીને રોકવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. પોલીસ હવે ફાર્મ હાઉસ પર થતી પાર્ટીઓ પર ડ્રોન કેમેરાથી દેખરેખ રાખશે. ડ્રગ્સ ડિટેક્ટ કીટ દ્વારા શંકાસ્પદ લોકોની તપાસ કરાશે. ભૂતકાળમાં ફાર્મ હાઉસમાંથી દારૂ પાર્ટી જેવી ગેર પ્રવૃતિઓ ઝડપાઈ હતી. આવી પાર્ટીઓને રોકવા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

આ પણ વાંચોઃ Kheralu: પાક નુકસાનનું વળતર ઓછું મળતા મહેસાણા કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે રજૂઆત


  • Follow us on: