સુરતના અમરોલી વિસ્તારમાં એક 40 વર્ષીય યુવકે પોતાની જ છાતીમાં છરી મારી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવેલા કેટલાક તથ્યોએ આ ઘટનાને આત્મહત્યાને બદલે હત્યા તરફ ઈશારો કરતા પોલીસે તપાસ તેજ કરી છે.
છાતીમાં છરી મારી આત્મહત્યા કરી
અમરોલી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય જયેશ સોલંકી, જેઓ સુરતની જાણીતી કિરણ હોસ્પિટલની ફાર્મસીમાં નોકરી કરતા હતા, તેમણે પોતાની છાતીમાં ચપ્પુ મારી જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું હતું.જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તબીબોને કેટલીક શંકાસ્પદ વિગતો મળી હતી, જે આ કેસમાં નવો વળાંક લાવી શકે છે. મૃતક જયેશ સોલંકીના પીઠના ભાગે લાકડી વડે માર મારવામાં આવ્યો હોય તેવા ઈજાના નિશાન મળી આવ્યા છે.










