સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં માનવતા અને પવિત્ર સંબંધોને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે. એક 14 વર્ષીય કિશોરી, જે પાવરલિફ્ટિંગની પ્રેક્ટિસ કરે છે, તેની સાથે તેના જ પિતરાઈ ભાઈ અને જિમ ટ્રેનરે છેડતી કરી હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે.
ટ્રેનિંગના બહાને દાનત બગાડી
ભોગ બનનાર કિશોરી પાવરલિફ્ટર છે અને તેના પિતરાઈ ભાઈ પાસે જિમની ટ્રેનિંગ લેતી હતી. આરોપી જિમ ટ્રેનરે ટ્રેનિંગ આપવાના બહાને સગીરા પર પોતાની દાનત બગાડી હતી. મળતી માહિતી મુજબ, આરોપીએ કિશોરી સમક્ષ નગ્ન થઈને અત્યંત બીભત્સ માંગણીઓ કરી હતી.
