સુરતના ઉધના વિસ્તારમાં ચોરીની અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ હવે તસ્કરોએ દૂધના કેરેટને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ઉધનાના ચીકુવાડી વિસ્તારમાં વહેલી સવારે દૂધની ડેરી કે દુકાન બહાર મુકવામાં આવેલા દૂધના કેરેટની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
સીસીટીવીમાં કેદ થઈ ચોરીની પદ્ધતિ
મળતી માહિતી મુજબ, ઉધનાના ચીકુવાડી પાસે જ્યારે દૂધની ગાડી વહેલી સવારે દૂધના કેરેટ ઉતારીને જતી રહે છે, ત્યારબાદ તસ્કરો ત્રાટકે છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે તસ્કરો નજર ચૂકવીને દૂધના કેરેટ ઉઠાવીને રફુચક્કર થઈ જાય છે. આ ચોરીને કારણે દૂધના વિક્રેતાઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
