પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અસર સુરતમાં જોવા મળી છે. પાર્સલ મજૂરી દરમાં 15 રૂપિયાનો વધારો કરાયો છે. ટેક્સટાઈલ વેપાર પર ભાવ વધારાની અસર થવા પામી છે. મજૂરી દરનો વધારો આગામી પહેલી જૂનથી લાગુ થશે. ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન દ્વારા નિર્ણય લેવાયો છે. હાલ પાર્સલ દર 100થી 120 રૂપિયા જેટલો છે. ભાવ વધારા બાદ 115થી 135 રૂપિયા થશે.
મજૂરી દરનો વધારો 1 જૂનથી લાગુ થશે
સુરતના કાપડ બજારમાં આગામી 1 જૂન 2026થી પાર્સલ મજૂરીના દરમાં પ્રતિ પાર્સલ રૂ.15નો વધારો અમલમાં આવશે.વધતી મોંઘવારીની સાથે ઈધણના વધેલા ખર્ચને કારણે સુરત જિલ્લા ટેક્સટાઈલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જૂનથી નવા દર અમલમાં આવતા કાપડ માર્કેટમાં પાર્સલ ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં સીધી અસર જોવા મળશે.હાલમાં પ્રતિ પાર્સલ મજૂરીનો દર અંદાજે રૂ.100થી રૂ.120 જેટલો છે.જેમાં વધારો લાગુ થયા બાદ નવા દર રૂ.115થી રૂ.135 સુધી પહોંચશે.આ નિર્ણયથી કાપડ બજારના ટ્રાન્સપોર્ટ, લોડિંગ-અનલોડિંગ તથા પાર્સલ વ્યવહારો સાથે સંકળાયેલા વેપારીઓના ખર્ચમાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
