સુરતના કાપોદ્રા વિસ્તારમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીના અપહરણની ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ સંવેદનશીલ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી છે. અપહરણ કરાયેલી બાળકીને મધ્યપ્રદેશના રતલામ ખાતેથી સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી છે.
માસૂમ બાળકીના અપહરણની ઘટના
બાળકીનું અપહરણ કરીને આરોપી મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાની કડી મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રતલામ રવાના થઈ હતી. રતલામ શહેરથી અંદાજે ૬૦ કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ વિસ્તારમાં પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસના વધતા દબાણને જોઈ આરોપી બાળકીને રસ્તામાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે બાળકીનો કબજો મેળવી તેને હેમખેમ સુરત લાવવાની તજવીજ હાથ ધરી છે.










