શહેરના પોશ ગણાતા ઉમરા વિસ્તારમાં એક બંગલાને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચોરી પાછળ કુખ્યાત 'રોહિત ઉર્ફે મોડેલ' અને તેના સાગરીતનો હાથ હતો.

ઘરફોડ ચોરી કરનાર આરોપીઓની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવીને રોહિત ઉર્ફે મોડેલ અને તેના સાથીદારને દબોચી લીધા છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના, સિક્કા અને ચોરીની ઘટનામાં વપરાયેલ મોપેડ સહિત કુલ રૂપિયા 1.69 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રીઢા ગુનેગારોનો પર્દાફાશ

પકડાયેલો મુખ્ય આરોપી રોહિત ઉર્ફે મોડેલ કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ જેલના સીકિયા ગણી ચુકેલો રીઢો ગુનેગાર છે. પોલીસના રેકોર્ડ મુજબ, આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ સુરત અને અન્ય વિસ્તારોમાં 25થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ટોળકી મોટેભાગે બંધ બંગલાઓને નિશાન બનાવવામાં માહેર હતી.

આ પણ વાંચો: Ahmedabad: ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ અપાવવા પોલીસનો મોટો નિર્ણય, વધુ એક વ્યસ્ત જંક્શન કરાયું બંધ