સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક સતત બીજા દિવસે પણ યથાવત્ રહ્યો છે, જેના કારણે શહેરીજનો, ખાસ કરીને બાળકોના વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. આ તાજી ઘટના ભટાર વિસ્તારમાં બની છે.જ્યાં એક 8 વર્ષનું બાળક ઘરની બહાર રમી રહ્યું હતું. તેની માતા રસોઈ બનાવી રહી હતી ત્યારે અચાનક કૂતરાઓના એક ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો.
સુરતમાં સતત બીજા દિવસે કૂતરાઓનો આતંક
કૂતરાઓએ બાળકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યું, જેમાં તેને માથાના ભાગે પણ ઈજા પહોંચી છે. બાળકને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ 8 વર્ષના અન્ય એક બાળકને કૂતરાઓએ શિકાર બનાવ્યો હતો. સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ, કૂતરા કરડવાના 100થી વધુ કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.










