દક્ષિણ ગુજરાતના આર્થિક કરોડરજ્જુ સમાન કાપડ ઉદ્યોગ માટે રાજ્ય સરકાર તરફથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીને ગેસ આપવાની જાહેરાત અને તેના અમલીકરણ સાથે જ સુરતના કાપડ ઉદ્યોગમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલથી જ ગેસના બોટલોનું વિતરણ શરૂ કરી દેવામાં આવતા ઉદ્યોગપતિઓ અને શ્રમિકોમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થયો છે.
ગેસ વિતરણની કામગીરી પૂરજોશમાં શરૂ
રાજ્ય સરકારના નિર્ણય બાદ તાત્કાલિક અસરથી ઇન્ડસ્ટ્રીને ગેસ બોટલ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ગઈકાલે જ 4 મોટી ગેસ કંપનીઓ દ્વારા અંદાજે 500 જેટલા ગેસના બોટલો ઇન્ડસ્ટ્રીને પૂરા પાડવામાં આવ્યા છે. આ સુવિધા માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવેલી તમામ ઇન્ડસ્ટ્રીઝને તબક્કાવાર ગેસનો જથ્થો પૂરો પાડવામાં આવશે.
