શહેરમાં વેપારીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડીને ફરાર થઈ જનારા એક ભેજાબાજને સુરતની ચોકબજાર પોલીસે આખરે ઝડપી લીધો છે. આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે એક આશ્રમમાં આશરો લીધો હતો, પરંતુ પોલીસની સતર્કતા સામે તેની એક ન ચાલી.
સુરતમાં છેતરપિંડી કરનાર ઝડપાયો
મળતી માહિતી મુજબ, આરોપીએ એક વેપારી પાસેથી વિશ્વાસમાં લઈને અંદાજે 11.79 લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન અને સ્માર્ટ વોચની ખરીદી કરી હતી. માલ મેળવ્યા બાદ પેમેન્ટ આપવાના બહાને તે રફુચક્કર થઈ ગયો હતો. લાંબો સમય વીતવા છતાં પેમેન્ટ ન મળતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.










