આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. સુરતના રસ્તાઓ પર ટ્રાફિક અને અન્ય કારણોસર સમયસર પરીક્ષા કેન્દ્ર પર ન પહોંચી શકતા અનેક વિદ્યાર્થીઓ માટે સુરત ટ્રાફિક પોલીસ 'દેવદૂત' બનીને આવી હતી. પોલીસની આ સમયસૂચકતા અને મદદને કારણે અનેક વિદ્યાર્થીઓનું વર્ષ બગડતા બચી ગયું છે.
ગભરાયેલા વિદ્યાર્થીઓની વહારે પોલીસ
સુરતના વિવિધ વિસ્તારોમાં પરીક્ષા કેન્દ્ર શોધવામાં કે ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓ જ્યારે સમય વીતી રહ્યો હતો, ત્યારે રસ્તા પર રડતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓને રડતા જોઈ ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાનો તુરંત તેમની વ્હારે આવ્યા હતા. પોલીસે રડતા વિદ્યાર્થીઓને શાંત પાડ્યા હતા અને તેમને હિંમત આપી હતી.
