વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં યોજાનારી પંચાયત અને પાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પરીક્ષાઓના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પરીક્ષાઓના સમયપત્રકમાં ફેરફાર

યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 25 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન લેવાનારી તમામ પરીક્ષાઓ હાલ પૂરતી પાછી ઠેલવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ટાફની રોકણી અને વ્યવસ્થાના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ અને વહીવટી તંત્રને મુશ્કેલી ન પડે.આ નિર્ણયને કારણે મુખ્યત્વે ગ્રેજ્યુએશન, B.Com, BBA, BCA, LLB, B.Com LLB.પોસ્ટ ગ્રેજ્યુએશન, LLM, M.A, M.MS.માસ્ટર ઓફ લાયબ્રેરી સાયન્સ.

નવી તારીખો ક્યારે જાહેર થશે?

યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મોકૂફ રાખવામાં આવેલી આ પરીક્ષાઓ માટેનું નવું સમયપત્રક આગામી દિવસોમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અપડેટ માટે યુનિવર્સિટીના પોર્ટલના સંપર્કમાં રહે. બાકીની પરીક્ષાઓ જે 25 થી 28 એપ્રિલ સિવાયના દિવસોમાં છે, તે નિયત સમયપત્રક મુજબ જ લેવામાં આવશે.

આ પણ વાંચો: Mehsana: દેદિયાસણ GIDCમાં ફૂડ વિભાગની રેડ, ગોળના 6 માંથી 4 નમૂના રિપોર્ટમાં નાપાસ