ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' અને એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે તમામ નાગરિકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે વિશ્વ માટે રોલ મોડેલ બન્યું છે.
વિકાસની નવી ક્ષિતિજો ડ્રગ્સથી પોર્ટ સુધીની સફર
મુખ્યમંત્રીએ સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, અગાઉ જે દરિયાકાંઠો ડ્રગ્સ અને દાણચોરી માટે કુખ્યાત હતો, તે આજે મોદી સાહેબની દૂરંદેશીને કારણે વૈશ્વિક પોર્ટ અને ઉદ્યોગોનું કેન્દ્ર બન્યો છે. ગુજરાત આજે હાઇએસ્ટ FDI મેળવતું રાજ્ય છે અને સેમી-કંડક્ટર, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) તથા સોલર એનર્જીમાં હબ બની રહ્યું છે.
સુરતમાં ઉદ્યોગોનો મહાકુંભ (VGRE)
1 થી 5 મે દરમિયાન યોજાનારા આ એક્ઝિબિશનની ખાસિયતો 12,000 ચોરસ મીટરમાં MSME થી લઈને ગ્લોબલ કંપનીઓનું પ્રદર્શન. જાપાન કન્ટ્રી પેવેલિયન મુખ્ય આકર્ષણ છે. રવાન્ડા, સિંગાપોર અને યુક્રેન જેવા દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા.45 આંતરરાષ્ટ્રીય આયાતકારો સાથે ૫,૦૦૦થી વધુ બિઝનેસ મીટિંગ્સનું આયોજન.મોટા રોકાણો: ૯ લાખ કરોડના મૂલ્યના 6,800 જેટલા MOU (કરારો) થયા છે.
2047નો વિઝનરી રોડમેપ
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે 2047માં જ્યારે ભારત આઝાદીના ૧૦૦ વર્ષ ઉજવશે, ત્યારે ગુજરાત કેવું હશે તેનો રોડમેપ અત્યારથી તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમ્સ, જ્વેલરી અને ટેક્સટાઇલ સુરતની કરોડરજ્જુ છે, ત્યારે હવે સેમી-કંડક્ટર અને ગ્રીન એનર્જી પર વધુ ભાર મૂકી સુરતને આર્થિક ગતિવિધિનું મોટું કેન્દ્ર બનાવવાની નેમ છે.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રીઓ હરદીપ સિંહ પુરી અને સી.આર. પાટીલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી અને પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય જનતા માટે આ પ્રદર્શન ૩ થી ૫ મે દરમિયાન ખુલ્લું રહેશે.
આ પણ વાંચો: Rajkot:આકાશમાંથી વરસતી અગનજ્વાળા વચ્ચે સિવિલ હોસ્પિટલ એલર્ટ, હિટવેવ વોર્ડમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ