સુરતના અડાજણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અડાજણના સંત તુકારામ સોસાયટી પાસે, પાલનપુર જકાતનાકા નજીકની એક પાનની દુકાન પર લુખ્ખા તત્વોએ હિંસક હુમલો કરી વેપારીને લોહીલુહાણ કરી દીધો છે.
સામાનના પૈસા માંગતા દુકાનદારનું માથું ફોડ્યું
મળતી માહિતી મુજબ, પાલનપુર જકાતનાકા નજીક SBI બેંક પાસે આવેલી એક પાન-બીડીની દુકાને કેટલાક શખ્સો સામાન લેવા આવ્યા હતા. દુકાનદારે જ્યારે સામાનના જૂના કે વર્તમાન પૈસાની માંગણી કરી, ત્યારે ૪ થી ૫ જેટલા લુખ્ખા તત્વો ઉશ્કેરાઈ ગયા હતા. આ શખ્સોએ કોઈપણ ડર વગર દુકાનદાર પર હુમલો કરી દીધો હતો અને તેને એટલો માર માર્યો કે વેપારીનું માથું ફૂટી ગયું હતું.
