વૈશ્વિક સ્તરે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરતના શ્રમિકોના રસોડા સુધી પહોંચી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી રાંધણ ગેસ (LPG) ની ભારે અછત સર્જાતા પરપ્રાંતીય શ્રમિકો માટે મોટું સંકટ ઊભું થયું છે. ગેસ સિલિન્ડર ન મળવાને કારણે જમવાનું બનાવવામાં પડતી મુશ્કેલીને પગલે હજારો શ્રમિક પરિવારોએ સુરત છોડી પોતાના વતન જવાનું શરૂ કર્યું છે.


ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ

ગેસની અછતને કારણે પરિસ્થિતિ એટલી વણસી છે કે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર શ્રમિકોનું મહેરામણ ઉમટી પડ્યું છે. અંદાજે 70 ટકા જેટલા શ્રમિક પરિવારો વતન તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. રેલવે સ્ટેશનના દ્રશ્યો શ્રમિકોની લાચારી અને મજબૂરીની કહાની કહી રહ્યા છે.

ચૂલા પર રસોઈ બનાવવાની નોબત

વતન જઈ રહેલા શ્રમિકોએ ભારે હૈયે જણાવ્યું હતું કે, "અહીં ગેસ મળતો નથી, જેના કારણે જમવાનું બનાવવું અશક્ય બની ગયું છે. શહેરમાં રહેવું હવે મોંઘું અને મુશ્કેલ છે, એટલે અમે વતન જઈ રહ્યા છીએ. ગામડે જઈને લાકડા વીણીશું અને ચૂલા પર રસોઈ બનાવીશું, પણ અહીં ભૂખ્યા રહેવું પાલવે તેમ નથી." શ્રમિકોએ એમ પણ ઉમેર્યું હતું કે જ્યારે ગેસની તંગી દૂર થશે ત્યારે જ તેઓ સુરત પરત ફરશે.

આ પણ વાંચો: Rajkot: સાયબર ફ્રોડ આચરતી ત્રિપુટીને પોલીસે દબોચી, 7.44 લાખની રોકડ સહિતના મુદ્દામાલ જપ્ત

  • Follow us on: