સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની એક ચકચારી ઘટના સામે આવી છે. અવિર્ભાવ સોસાયટી નજીક સુભાષ લાંડગે નામના એક યુવકની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.
પાંડેસરા વિસ્તારમાં હત્યાની ઘટના
હત્યાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને જરૂરી પંચનામું કર્યું હતું અને મૃતક યુવકના શબને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યું હતું. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અને હત્યારા કોણ છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
