સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી શહેરી વિસ્તારમાં રવિવારે સનસનાટીભરી ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે, એક નિવૃત્ત પોલીસ કર્મચારીએ જિલ્લા પંચાયતના સદસ્યના પુત્ર પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
જિલ્લા પંચાયત સદસ્યના પુત્ર પર હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળીમાં નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. જીલ્લા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્યજીતસિંહ પરમાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં સત્યજીતસિંહને પગના ભાગે ગોળી વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
