સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમ સતર્ક બની છે. લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ બોલેરો પીકઅપ ડાલુ ગાડીને અટકાવી તપાસ કરતા દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
વેલ્ડીંગની પેટીઓ અને પાઈપોની આડમાં સંતાડ્યો હતો દારૂ
આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે અત્યંત શાતિર તરકીબ અપનાવી હતી. બોલેરો ગાડીમાં ઉપરના ભાગે સ્ટીલના પાઈપના પિલર અને વેલ્ડીંગની પેટીઓ ભરી હતી, જેથી કોઈને શંકા ન જાય. જોકે, પોલીસે ઝીણવટભરી તપાસ કરતા આ સામાનની નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ ₹8,10,768/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે 802 નંગ બોટલ અને 72 નંગ બિયર ટીન (કિંમત ₹3,00,768/-).બોલેરો પીકઅપ ડાલુ ગાડી (કિંમત ₹5,00,000/-). ₹10,000/- ના બે મોબાઈલ ફોન.પોલીસે આ કેસમાં ઘટનાસ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે.પ્રકાશ મોહનભાઈ સારણ (ઉં.વ. 29, રહે. જાલોર, રાજસ્થાન) મનોહર લાડુરામભાઈ સારણ (ઉં.વ. 18, રહે. ચિતલવાણા, રાજસ્થાન). તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ જથ્થો મોકલનાર રાહુલ (રહે. બાડમેર, રાજસ્થાન) અને બોલેરો ગાડીનો માલિક હજુ ફરાર છે. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:અફઘાનિસ્તાની વિદ્યાર્થીનું રહસ્યમય મોત, ફતેગંજના બંધ રૂમમાંથી Ph.D. ના છાત્રનો મૃતદેહ મળ્યો