સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાર્બોસેલના વેપલા પર સાયલા પોલીસે ઓચિંતી રેડ કરીને મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂપિયા 500000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગેરકાયદેસર ખનન પર પોલીસની બાજ નજર
સાયલા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામની સીમમાં કેટલાક ઈસમો દ્વારા પરવાનગી વગર ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન કરવામાં આવી રહ્યું છે. મળેલી બાતમીના આધારે પોલીસ કાફલાએ સીમ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ખોદાયેલા કાર્બોસેલના 2 મોટા ખાડા મળી આવ્યા હતા.













