અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે. હાઈવે પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટેન્કરને આંતરીને તપાસ કરતા તેમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હાઈવે પર દૂધના ટેન્કરમાં દારૂની હેરાફેરી
ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ટેન્કરને અટકાવ્યું હતું. ટેન્કરની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેમાંથી અંદાજે ₹95 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા અને ટેન્કર સહિત કુલ ₹1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજસ્થાનના શખ્સની ધરપકડ
આ ગુનામાં પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી છે, જેની ઓળખ રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી ધેરવચંદ કાનારામ જાગું તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો.
ગોવા-રાજકોટ કનેક્શનની તપાસ
આ કેસની તપાસમાં અન્ય મોટા માથાઓના નામ સામે આવવાની શક્યતા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો ગોવા થી રવાના કરવામાં આવ્યો હતો. આ જથ્થો ગુજરાતના રાજકોટ અને જામનગર શહેરોમાં પહોંચાડવાનો હતો.
આ પણ વાંચો: Junagadh: મધુરમમાં સગી ભાણેજ પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમ મામાને લોકોએ પાઠ ભણાવ્યો