સોશિયલ મીડિયા પર હથિયારો સાથે ફોટા મૂકીને રૌબ જમાવતા તત્વો સામે સુરેન્દ્રનગર પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર એસ.ઓ.જી (SOG) પોલીસે દસાડા તાલુકાના કઠાડા ગામના એક યુવકને વર્ષો જૂના હથિયારવાળા ફોટાના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


હથિયાર સાથેનો એક ફોટો નજરે પડ્યો

સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરી રહી હતી, તે દરમિયાન દસાડા તાલુકાના કઠાડા ગામના વણોલ હિમાલયભાઈ ભરતભાઈનો હથિયાર સાથેનો એક ફોટો નજરે પડ્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરી હિમાલયભાઈની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી.

7 વર્ષ પહેલાની કબૂલાત

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, આ ફોટો અત્યારનો નહીં પણ આજથી અંદાજે સાતેક વર્ષ પહેલા પાડીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, ફોટામાં દેખાતું હથિયાર કઠાડા ગામના જ મોહનભાઈ ભવાનભાઈ વણોલનું હતું.એસ.ઓ.જી પોલીસે હથિયાર સાથે ફોટો મૂકનાર હિમાલયભાઈ અને હથિયારના માલિક મોહનભાઈ બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલે દસાડા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: જગતપુર-ચેનપુરમાં રોડના નામે માત્ર ધૂળ અને ખાડા, 2018 થી કામ અધૂરું રહેતા સ્થાનિકોએ દાન પેટી લઈ અનોખો વિરોધ કર્યો


  • Follow us on: