રંગોના પર્વ ધુળેટીની સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલીસ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા.

ગુંજી ઉઠ્યા ગરબા અને ડીજેના સૂર

પોલીસ સ્ટેશનો અને ફિલ્ડ પર સતત ફરજ બજાવતા પોલીસ જવાનો માટે આ દિવસ તણાવમુક્ત બનીને આનંદ માણવાનો હતો. હેડક્વાર્ટર ખાતે ડીજેના તાલે પોલીસ જવાનો ગરબા અને બોલીવુડના ગીતો પર મન મૂકીને નાચ્યા હતા. SP પ્રેમસુખ ડેલુ પણ પોતાની શિસ્તબદ્ધ છાપ છોડીને એક સામાન્ય નાગરિકની જેમ જવાનો સાથે ગરબે ઘૂમ્યા હતા, જે જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

'હું મૂળ રાજસ્થાની પણ હવે પૂરો ગુજરાતી'

ઉજવણી દરમિયાન SP પ્રેમસુખ ડેલુએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભલે હું મૂળ રાજસ્થાનનો છું, પણ હવે હું પૂરો ગુજરાતી બની ગયો છું. તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકોને ધુળેટીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌને શાંતિપૂર્વક તેમજ ભાઈચારા સાથે આ તહેવાર ઉજવવા અપીલ કરી હતી.


https://x.com/sandeshnews/status/2029170314371035208


પોલીસ જવાનોએ પરસ્પર ગુલાલ લગાવી મોઢું મીઠું કરાવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવતા આ રક્ષકોએ આજે પોતાના પરિવાર સાથે હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી કરી એકતાનો સંદેશ આપ્યો હતો.


આ પણ વાંચો -Surendranagar News : આવતીકાલે ધ્રાંગધ્રા ખાતે અંદાજે રૂ.10.35 કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે