સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને રોફ જમાવવા માટે આજકાલના યુવાનો કાયદાની મર્યાદા ઓળંગી રહ્યા છે. સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ત્રણ નબીરાઓએ ચાલુ કારે જોખમી સ્ટંટ કરી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જોકે, આ વીડિયો જોતા જ પોલીસે કડક કાર્યવાહી કરી નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યું છે.
સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર નબીરાઓના સ્ટંટ
સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર ત્રણ યુવકોએ કારના બોનેટ પર બેસીને જોખમી સ્ટંટ કર્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકો કારના બોનેટ પર બેસી મૂછો પર તાવ આપી રહ્યા હતા અને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ વર્તી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા.










