લીંબડીના રાસકા ગામની 'રાઇની સીમ' તરીકે ઓળખાતી આશરે 450 વીઘા (160 એકર) જમીનમાં આ સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાથણીની જમીનોના પ્રીમિયમ ભરવાના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરી જમીનો ખરીદવામાં આવી હોવાના આક્ષેપ થયા છે.
સર્વે નંબર અને નકશામાં ગોટાળા
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ડી.એલ.આર.ઓ. (DLRO) કચેરીમાંથી ખોટા નકશા ઉભા કરી, જે જમીનોના સર્વે નંબર અસ્તિત્વમાં નહોતા તેમાં પણ મોટા પાયે ગોટાળા કરીને જમીન હડપી લેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં સરકારી નિયમોના લીરેલીરા ઉડાડવામાં આવ્યા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.













